પ્રકૃતિનો પ્રકોપ કે સમજદાર ની નાસમજી
આમતો સર્જનકર્તા એ એક-એક વસ્તુ સમજી વિચારીને બનાવી છે. જેમાં પ્રકૃતિ, પ્રાણી, માનવનો સમાવેશ થાય છે. પણ એવું કહેવાય છેકે માનવ સર્જન સર્જનકર્તાની સૌથી સુંદર રચના છે. જે સમજી, વિચારીને બોલી શકે છે. પ્રકૃતિ સૌન્દર્યની અનુભૂતિ કરાવે છે. પ્રાણીએ પ્રકૃતિ પર ચાર ચાંદ લગાડે છે.
પણ કહેવાય છે ને''કિંમત વગરની વસ્તુની કિંમત જેને ના હોય એ માનવ''. પ્રકૃતિ અને પ્રાણી જેવી અમુલ્ય વસ્તુની કિંમત જેને ના હોય એ મનુષ્ય. પ્રકૃતિ અને પ્રાણી જેવી અમુલ્ય વસ્તુની કિંમત જયારે માનવ ના કરે ત્યારે પ્રકૃતિને તેનો પ્રકોપ દેખાડવાનો પુરેપુરો હક છે, સમજ તો એ નથી આવતું કે માણસ ના કર્મો ની સજા મળી રહી છે કે એક નવી શરૂઆત માટે આગળના પ્રકરણનો અંત થઈ રહ્યો છે. માનવનું અભિમાન છે. કે પ્રકૃતિનું સ્વભિમાન છે.
હજારો વર્ષો પહેલા જ્યારે માનવએ પોતાની માનવતા છોડી હતી ત્યારે પણ તેના ફળ સ્વરૂપ વિધ્વંશ મળ્યો હતો. જેને મહાભારત કહેવાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા સ્વરૂપે જે માનવધર્મનો પાઠ સમજાવ્યો હતો તેમાં પણ કહેવામાં આવ્યું છે, જયારે જયારે માનવ પોતાનો ધર્મ ભૂલશે ત્યારે ત્યારે ધર્મ ની સ્થાપના અને અધર્મ નો નાશ નિશ્ચિત છે. એક એ યુગ હતો અને એક આ યુગ છે.
માણસે માજા મેલી છે. પ્રકૃતિમાં ચાર ચાંદ લગાડતા પ્રાણીને પાંજરે પૂર્યા, કૃત્રિમ ધુવાણાએ શુધ્ધ હવાનો નાશ કર્યો, લોકોના કચરાએ પાણીનો રંગ બદલ્યો, ત્યારે માણસના આ અપ્રીય વર્તન સામે પ્રકૃતિના જવાબમાં બે જ વર્ષમાં હજારો લોકોના જીવ હરી લીધા.
માનવ સર્જીત કે કુદરતી એ વાત નો તાળો તો નથી મળ્યો, પણ એક નાનો વાઇરસ જેને દુનિયાની અર્થવ્યવસ્થાને જનજોડીને મુકી દીધી. હા હું COVID19 કોરોનાની વાત કરું છું, જેનો જન્મદાતા ચીન ગણાય છે. ૨૦૧૯ નવેમ્બરમાં આ વાઇરસ મનુષ્ય માં જોવા મળ્યો. એક વાઇરસ જેને પ્રકૃતિ માનવ અને પ્રાણીના જીવનની મર્યાદા માનવને સમજાવી. સત્ય કડવું છે, પણ આ પ્રકૃતિની માનવને એક પ્રકારની ઠોકર છે.
જેમાં માણસની ઉંમર નથી જોવાતી, જેમાં માણસનો હોદ્દો નથી જોવાતો, જોવાય છે તો માણસની બેદરકારી. માણસ પ્રાણીને પોતાના મનોરંજન માટે પીંજરામાં પુરતો એ પોતે ૩ મહિના માટે પિંજરે પુરાઈ ગયો અને પશુ પંખીને તેમનું મોકળું મેદાન મળ્યું. કુદરતી જગ્યા પર પ્લાસ્ટિકની રેલમછેલમ કરતો ત્યારે પ્રકૃતિએ માણસની છેલ્લી સફર પ્લાસ્ટિક માં વીંટીને મૂકી દીધી. માણસ કામથી થાકી રવિવાર શોધતો એના માટે પૂરું અઠવાડિયું રવિવાર બની ગયું.
આ એક લહેરમાં કોરોના એ બહુ બધાના સ્વજનના ભોગ લીધા. કુદરતને એટલા થી સંતોષના હતો. કુદરતે જાણે માનવની કપરી અગ્નિપરીક્ષા કરવાનું નક્કી કરી લીધું હોય તેમ કોરોના કાળ દરમિયાન કેટલાક તૂફાન, વાવાઝોડું, વરસાદ આવીજ કેટલીક કુદરતી આફત જેમાં માણસ ઘરમાં પણ ના રહી શકે અને કોરોનાના કારણે બહાર પણ ના નીકળી શકે. આ આફતો એ પણ કેટલાક પરિવારોને પોતાનો ભોગ બનાવ્યો. પુરા એક વર્ષ બાદ જયારે બધું ધીમે ધીમે બરાબર થવા લાગ્યું જ હતું.
આ સમય માંથી ઉગરીને બહાર આવતા જ માણસ ફરી પોતાની મુર્ખાય પર ઉત્તરી આવ્યો. વારંવાર કહેવા છતાં મુર્ખાય કરવા લાગ્યો ત્યારે માર્ચ ૨૦૨૧ ના અંતમાં કોરોના પોતાના મહાઘાતક સ્વરૂપે બહાર આવ્યો અને મહામારીના વિકરાળ સ્વરૂપના દર્શન કરાવ્યા. કોરોના દરેક વખતે એક નવી વસ્તુ માનવને શીખવતો હતો. આ વખતે માનવને ઓક્સિજનની કિંમત કરતાં શીખવી. માણસ ઓક્સીજન દાતા વનસ્પતિનો નાશ કરતો, એ માણસ આજે ઓક્સીજન માટે દરદર ભટકવા લાગ્યો. કોરોનાની બીમારી લાગતા માણસને ઓક્સીજનની ઘટ જોવા મળી.
જગતનો સૌથી વધુ સમજદાર જીવ એટલે માણસ. પણ માણસે ના સમજવાના પ્રણ લીધા હોય એવું લાગે છે, એક હકાર્ત્ત્મક દ્રષ્ટિથી જોવા જાયે તો કોરોનાને માત આપવી મુશ્કેલ નથી પણ ડરની નજર થી જોયે તો કોરોના સામે જીત મેળવી મુશ્કેલ નહીં પણ ના મુમકીન છે.
Tejas Rajpara
Comments
Post a Comment