સફર સુખની શોઘનો

 જયારે સુખની વાત થાય ત્યારે પહેલો વિચાર શું આવે?

        પહેલો વિચાર આવે કે સુખ બજારમાં ખરીદાતી વસ્તુ હોત તો કેવુ સારુ થાત. સુખ એક એવી વસ્તુ છે જેના થી કોઈને સંતોષ મળતો નથી. આપણે એમ પણ કહી શકીયે કે સુખ એવી રેસનુ નામ છે જે પુરી થવાનુ નામ લેતી નથી. જે લોકો પાસે નથી તે થોડાક સુખ માટે દોડ લગાવે છે. જેની પાસે થોડુ સુખ છે તે વાઘારે સુખ માટે દોડ લગાવે છે. અને જેની પાસે કોઈ ચિંતા જ નથી તે પોતાના સુખ ન ખોવાઈ જાય તેના માટે દોટ લગાવે છે.


       હવે તમે વિચારતા હશો કે મે આ સુખને કોની સાથે તોલીને ભાગ પડ્યા હશે. પણ હું અહીં સુખ નો સાચો મતલબ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. લોકો પોતાની મોહમાયા ને ગળે મળે છે તેમના માટે સુખની પરિભાષા આવીજ કાંઈક હશે કે “રૂપિયા છે તો સુખ છે” પણ જયારે વાત તો કઈંક અલગ છે.


        પહેલા આપણે રૂપિયાના સુખની પરિભાષા સમજીએ તો રૂપિયાના સુખની પરિભાષા સિધ્ધી છે કે રૂપિયા છે તો બધું છે જે લોકો રૂપિયાને સુખ માને છે તે લોકો માટે સુખને શોધવા જવું નથી પડતું.  તે લોકો માટે સુખનો સોદો થાય છે. લોકો રૂપિયા કમાય પણ એટલા માટે જ છે જેથી તે સુખ ખરીદી શકે. આ લોકો એટલેકે સુખના સોદાગરો એ ભૂલી જાય છે રૂપિયાથી તો વસ્તુ ખરીદાય. સુખ વસ્તુ નથી જે આપણે થોડા રૂપિયા ફેકી પોતાનું કરી શકીએ. સુખ તો માણવાનું હોય છે.


        સુખનો સાચો મતલબ તો આનંદ થાય છે. તમે હવે વિચારતા હશો કે આનંદતો રૂપિયા કમાય મોટી મોટી પાર્ટી કરી સારા ફોન વાપરી મોટી ગાડીમાં ફરીને પણ મળે જ છે તો એને સુખનું નામ કેમ ના આપાય?

        હા એને પણ સુખ કેવાય જેની પાસે વૈભવ હોય પ્રતિષ્ઠા હોય અને પોતાનું જીવન એકથીએક સારી વસ્તુના ઉપયોગ થી પસાર કરતા હોય. જેની આગળ પાછળ લોકો ની ભીડ હોય. જે માણસોથી ઘેરાયેલો હોય.પણ એક વાર તેમના જીવનની ગહેરાઈમાં ઉતારીને જોયે ત્યારે આપણને સચ્ચાઈ નો આભાસ થાય. જે લોકો તેની આગળ પાછળ ફરે છે તે માણસ ની આગળ પાછળ નહિ પરંતુ રૂપિયાની ફરતે ફરતા હોય છે. હકીકતમાંતો એ માણસ ખુબજ એકલો હોય છે. તેની પાસે રૂપિયા છે ત્યાં સુધી તે સુખ છે પણ જયારે એ રૂપિયા નહિ હોય ત્યારે તેનું જીવન નર્ક થી પણ બરતર બની જાય છે  એટલેજ એ લોકો પોતાના સુખ હોવા છતાંપણ સુખ ખોય બેસવાની બીક થી સુખની શોધ નામની રેસનો ભાગ બને છે


        જયારે સાચા સુખની વાત કરીએ તો સુખ ક્યાય ગોતવા જવું પડતું નથી સુખતો બધેજ છે. જરૂર છે તો ખાલી પોતાનો નજરીયો બદલવાનો. જીવનના નાનામોટા પ્રસંગને હસતા હસતા કેમ વીતવા તેનું નામ સુખ. મોટામાં મોટી ચિંતા હોવા જતા પણ આંખ માંથી આંસુ લુછી સામે વારી વ્યક્તિને ખાલી એટલુ કહેવું કે”કરી લઈશું” એનું નામ સુખ. પરિવાર હોય કે મિત્ર એની ઢાળ બની તેની આગળ ઉભા રેહવું એટલે સુખ. એક રૂપિયા ની ચોકલેટ થી માંડી જમવા સુધીની વસ્તુ વહેની ખાવાનો આનંદ એટલે સુખ. આમ તો સુખ ની પરિભાષા મોટી છે પણ જીવનને વ્યતીત કરવાની બદલે જીવનને માણવાની કલા એટલે સુખ.


        આમ જોવા જઇયે તો સુખ શોધવું નથી પડતું પણ સુખ તો મલી જાય છે. પણ આજ નો માણસ સુખને ને શોધવા માટે કેટલી દોટ મુકતો હોય છે…



                                                                                             Tejas Rajpara 

Comments

Post a Comment