સફર જમીનથી આકાશનો

ઉત્તરાયણના દિવસો ચાલી રહ્યા છે. ઉત્તરાયણ એટલે પરિવાર અને મિત્રો સાથે મસ્તી મજા કરવાનો એક અનોખો પર્વ. આ દિવસે બધા પોતાની અગાસી પર ચડી પતંગ ચગાવી માંડવીપાક, તલપાક જેવી મીઠાઈ સાથે આ તહેવારની ઉજવણી કરતા હોય છે. આમતો આ તહેવારનું પૌરાણિક મહત્વ પણ છે. કહેવાય છે કે સૂર્યદેવ આ દિવસે મકર રાશીમાં પ્રવેશ કરે છે. તેથી આ તહેવારને મકરસંક્રાતિ પણ કહે છે. માનવામાં આવે છે કે આ પવિત્ર દિવસે જે પોતાનો દેહ ત્યાગે છે તેમને ફરી મૃત્યુલોકમાં જન્મ લેવો પડતો નથી. તેમને દેવલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે. આ દિવસે મહાભારત બાદ ભીષ્મપિતામહા એ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો.


        આ વાત થઈ પૌરાણિક અને તહેવારની ઉજવણીની. હું તમને મારા શબ્દોમાં ઉત્તરાયણનો મતલબ સમજવાનો પ્રયાસ કરીશ. આમ જોવા જઇયે તો ઉત્તરાયણમાં મહત્વ બે વસ્તુનું હોય છે. એક પતંગ અને બીજું દોરી. જેમાં પતંગને દોરી વડે બાંધી અને પછી તેને આકાશમાં છોડી દેવામાં આવે છે. અને એકબીજાની પતંગને કાપવાની હોય છે.


        ત્યારે જીવનનું કડવું સત્ય આપણી સામે આવે છે જે આપણે જોયને પણ નથી જોય શકતા. જયારે આપણે પતંગ આકાશ ખુલ્લી મુકીએ છીએ ત્યારે. સૌ પ્રથમ આપણી બાજુમાં જે રહેતા હોય એજ આપણી પતંગ કાપવા આવે છે. જીવનમાં કેટલીક વાર આવુ થાય છે જયારે આપણે જીવન નામની પતંગને આકાશમાં ખલ્લી મુકીએ ત્યારે આપણી નજીક રહેનારા પહેલા આપણી પતંગ કાપવા આવે છે. પતંગ કાપ્યા પછી તે તેની ઉજવણી કરેછે “એ કાયપો છે.....” કહીને. એટલે આપણે જીવન નામ ની પતંગને કોનાથી દુર રાખવી તે આપણે પોતે નક્કી કરવું પડે છે.


        હવે તમે એવું વિચારતા હશો કે આવો વિચાર કરશુંતો ઉત્તરાયણની ઉજવણી કેમ કરવી. પણ અહીં તો વાત જીવનની થાય છે. જયારે જીવનમાં આકાશમાં ઉડવા માટે કોઈ ની પતંગને કાપવી જરૂરી નથી. પોતાની કાબીલીયતથી તેને પાછળ મુકી આગડ નીકડવુ જરૂરી છે. જેમ આપણે બીજાની પતંગ કાપી આગળ જઈશું તેમ કોઈને કોઈ પણ આપણી પતંગ કાપી આગળ નીકળશે ત્યારે આપણે તેના પર રોષ પ્રકટ કાર્ય શિવાય બીજું કંઈ કરી નય શકીયે.


        જયારે બીજી બાજુ જોયેતો આ દુનિયા આપણી પતંગ એક વખત કાપશે બે વખત કાપશે પણ થોડા સમય પછી એક વાર સામે થી એવું થશે કે વારંવાર તેની પતંગ શું કાપવી. અહીં મારો કહેવાનો મતલબ છે કે એક વખતમાં કોઈ દિવસ હાર માનવી જોયે નહિ એક વખત કોઈ આપણને નીચે ખેંચશે તો આપણે બીજી વાર પ્રયાસ કરવો જોઈએ. જરૂર પડે તો ત્રીજી વાર પ્રયાસ કરવો જોઈએ. એક વખત તો આપણે આકાશની ઉચ્ચાઈને અડકીને રહીશું. આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આપણી પતંગની દોરી આપણા હાથમાં રહે અને મજબૂતીથી રહે જો થોડી પણ ઠીલ પડશે તો બીજા કોઈ એ સમયનો ફાયદો ઉઠાવી જશે. એમ આપણા જીવનની દોરી આપણા હાથમાં હોય છે અને તેને કેટલી મજબૂતીથી પકડવી એ પણ આપણા હાથમાં હોય છે જો દોરી મજબૂતાઈથી પકડી હશે તો કોઈ આપણે ને આકાશ સુધી પહોંચવાથી રોકી શકશે નહિ. 

                                                                                                                                            
         Tejas Rajpara       

Comments

Post a Comment