સફર નવી શરૂઆતનો
સફર નવી શરૂઆતનો
નવી શરૂઆત શબ્દ છે નાનો પણ જયારે અમલ માં મુકવાની વાત થાય ત્યારે લોકો કેટલીક વાર વિચાર કરે છે. આમતો નવો દિવસ લોકો માટે નવી શરૂઆત લાવે છે. પણ, જયારે જીવનના માર્ગનો એક નવો વણાંક આવે ત્યારે માણસ માટે એક શરૂઆતની શરૂઆત થાય છે. કેટલીક વાર નવી શરૂઆતનો આભાસ પણ થતો નથી અને કેટલીક વાર આ શરૂઆતથી ખુશ પણ હોતા નથી. જયારે જીવનમાં એક વણાંક આવે ત્યારે કોય તેને જુઠવી શકતું નથી. આ દુનિયામાં બધા લોકોની એક મંઝીલ નક્કી જ હોય છે, આ વાત આમતો થોડી વિચિત્ર છે, પણ જીવનનું સૌથી મોટું સત્ય પણ આજ છે.
આવો જ એક વણાંક મારા જીવનમાં આવ્યો હતો. કોરોનાકાળ દરમિયાન જયારે મારી નોકરી મારા હાથ પરથી દરિયાની રેતીની જેમ છૂટી ગઇ હતી. એ સમય દરમિયાન મારો કોલેજનો અભ્યાસ પૂર્ણ પણ થયો ન હતો. એકા-એક મારા હાથ પરથી નોકરી છૂટી ગઈ હતી. એ સમય દરમિયાન પરિસ્થિતિને જોય મે સમયને સરખો થવા દેવાની રાહ જોવી બરાબર સમજયું. હું મારા ઘરે મારા પરિવાર સાથે સમય વીતાવા લાગ્યો. જયારે પહેલું લોકડાઉન પૂરું થયું ત્યારે મારી કોલેજના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થઇ જે બાદ મારા બધા સહપાઠી પોતપોતની મંઝીલ તરફ વળવા લાગ્યા, ત્યાં સુધી મને મારા જીવનની મંઝીલ દેખાય પણ ન હતી. લાંબા સમય બાદ મે નક્કી કર્યું કે હું પત્રકારિતામાં માહિરતા મેળવીશ. મે થોડા સમય બાદ NIMCJ અમદાવાદમાં એડમીશન લીધું અને ત્યારે હું મારી જાતમાં ખુશ હતો કે મને મારી મંઝીલ મળી ગઇ છે.
પણ સાહેબ આતો જીવન છે, અને અપણે આ જીવનમાં અલગ અલગ વણાંક પર વારંવાર પરીક્ષા આપવી પડે છે. મારા જીવનમાં પણ એવુંજ કંઇક થયું, જયારે અભ્યાસ શરૂ થયો ત્યારે મને થયું કે મેને નોકરી મળી જશે પણ અભ્યાસના છ મહિના સુધી મને અમદાવાદ આવવાનો મોકો ના મળ્યો. જેમ-જેમ સમય જતો હતો તેમ તેમ મારી નોકરી માટેની ઉત્સુકતા વધતી જતી હતી. હું પુરા એક વર્ષ પછી ફરી એક વાર અમદાવાદમાં કોરોના વચ્ચે આવ્યો, ત્યારે મારા અને નશીબ વચ્ચેનું મહાભાત શરૂ થયું. વાત સંભાળવામાં તો એક મજાક જેવી લાગે છે, પણ તે સમય મારા માટે જંગને બરાબર જ હતો. નોકરીની શોધમાં દિવસ રાત એક કર્યા. એક મહિના બાદ મને મારી સપનાની ઉંચાઈ પર પહોંચવા માટે સીડી મળી.
પણ સાહેબ લડાય માણસ સાથે લડવી હોય તો જીતવી થોડી સહેલી થઇ જાય છે, પણ મારી લડાય તો નશીબ સાથે હતી. મારી નાની જીતથી હું ખુસ હતો એતો ચાર દિવસ ની ચાંદની હતી અને થોડા સમય બાદ ફરીથી દરિયાના મોજાની જેમ મારી નોકરી આવીને જતી રહી. મને ખબર પણના પડી. ફરી એક વાર હું બેરોજગાર બન્યો અને આ વખતે સમયનો વાર એ રીતે થયો મારા પર કે હું લાચાર બની ગયો હાર માનવા માટે. એક લોકપ્રિય કવિ કહેછે ને ‘‘कोशिस करने वाले कि हार नही होती’’ એ સમયને પણ મે હસતા હસતા સ્વીકાર કર્યો. જોત જોતામાં ફરી છ મહીના વીતી ગયા પણ મારી ઉમ્મીદ મને હાર માનવા દેતી ન હતી. મે મારો પરિશ્રમ સતત શરુ રાખ્યો. થોડાજ સમય બાદ મારા સહનશીલતાનો બાંધ તૂટીને વિખેરાય ગયો અને મે હાર માનવાનું નક્કી કર્યું એ સમય કોરોનાકાળ બાદનો સમય હતો. જયારે લોકોને બે વર્ષ બાદ તહેવાર મનાવવાની પરવાનગી મળી હતી. મે નક્કી કર્યું હતું કે હું દિવાળી બાદ હાર માની લઈશ પણ પેલું કેહવાય ને ‘‘મન થી હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની’’ એ બાદ માર સમયના પત્તા પર હુકમનો એકો આવ્યો. મને ફરી એક વાર રોજગાર મળ્યો અને મારા જીવનમાં ફરી એક વખત લાંબી રાત બાદ નવી સવાર થઇ અને મારા જીવનની એક નવી શરૂઆત થઈ.
જીવન માં એક સમય બધાનો ખરાબ હોય છે, એ ખરાબ સમય આપણા જીવન નવી શરૂઆતની શરૂઆત હોય છે. જયારે એક અધ્યાયનો અંત થશે ત્યારેજ તો નવી શરૂઆત થશે. જેમ અમાસની રાત બાદ બીજા દિવસે સૂર્ય ઉદય થાય છે. તેમ ખરાબ સમય બાદ સારા દિવસોને આવવાનું નક્કી હોય છે. જરૂર ધીરજ અને સહનશીલતાની છે.
Comments
Post a Comment